Saturday, 13 December 2014

કોશિષ ફાઉન્ડેશન દ્વારા ધ ઓલ ઇન્ડિયા એસ. સી. , એસ. ટી એસોસિએશન, ઓ..એન. જી. સી. – ખંભાત ના સહયોગથી એસ. સી./, એસ. ટી ના વિદ્યાર્થીઓં ને CCC ના કોમ્પ્યુટર કોર્ષની તાલિમ

કોશિષ ફાઉન્ડેશન, આણંદ દ્વારા ઓલ ઇન્ડિયા એસ. સી. , એસ. ટી એસોસિએશન,..એન. જી. સી. – ખંભાત ના સહયોગ થી આણંદ મુકામે બાઈનરી  કૌશલ્ય તાલીમ કેન્દ્ર – આણંદ તા.જી. આણંદ ખાતે કૌશલ્ય નિર્માણ શહ કોમ્પુટર કોર્ષ નું આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઈ ભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સભર દેખાવ કરી શકે અને તેઓની રોજગારીની તકો  વધે તેવા પ્રયત્નના ભાગરૂપે સીસીસી ના કોર્ષ ની તાલીમ આપવામાં આવવાની છે સીસીસી કોર્ષ ની તાલીમ જેતે વિષયના તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. કમ્પ્યુટરની આ પ્રકારની તાલીમ  આજે નોકરીના દરેક તબ્બકે અનિવાર્ય થઈ ગઈ છે. વિશેષમાં કોમ્પુટર ના CCC  કોર્ષ ની   દરેક સરકારી / અર્ધ સકારી  નોકરી માટે  જરૂરી છે. આ તાલીમ સફળ રીતે પૂરી કરનારને સારી આવકવાળી નોકરીની તકો પણ રહેલી છે. આ કાયક્રમ માં નોધણી કરાવવા રસ ધરાવનાર ઉમેદવારોએ કાયક્રમ ની જાણકારી તથા અરજીપત્રક મેળવવા નીચે જણાવેલ સ્થળનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આભાર સહ,
                                                                            નિયામક
     કોશિષ ફાઉન્ડેશન,આણંદ
સંપર્ક :                                                        
પ્રોગ્રામ કોઓર્ડિનેટર – ૯૪૨૬૦૪૩૬૪૧ , ૯૮૨૪૨૫૯૨૦૨

એસ – ૨ , લીમ્બુવાલા શોપિંગ સેન્ટર ,જીપીઓ રોડ ,આણંદ – ૩૮૮૦૦૧                                                 

કોશિષ ફાઉન્ડેશન દ્વારા નિસબડ (NIESBUD) , નવી દિલ્લી નાં સહયોગ થી કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલિમ કાર્યક્રમ યોજાશે

પ્રેસનોટ



કોશિષ ફાઉન્ડેશન દ્વારા નિસબડ (NIESBUD) , નવી દિલ્લી નાં સહયોગ થી કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલિમ કાર્યક્રમ યોજાશે

નમસ્તે ,

         કોશિષ ફાઉન્ડેશન, આણંદ દ્વારા ભારત સરકાર સંચાલિત રાષ્ટ્રીય ઉદ્યમિતા અને લઘુ વ્યવસાય વિકાસ સંસ્થાન નિસબડ , નવી દિલ્લી નાં સહયોગ થી ફાગવેલ મુકામે ઔદ્યોગિક તાલિમ સંસ્થા ફાગવેલ તા.કઠલાલ જી.ખેડા ખાતે કૌશલ્ય નિર્માણ સહ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં ડીઝલ ફ્યુઅલ ઈન્જેકશન અને ટેકનિશિયન (ઓટોમોબાઈલ ક્ષેત્ર) અને રીપેર એન્ડ મેન્ટેનન્સ પાવર સપ્લાય ઇન્વટર એન્ડ યુપીએસ (ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર)  નાં કોર્ષ ની તાલિમ જેતે વિષય નાં તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. વિશેષમાં આ વ્યવસાયમાં સ્વરોજગાર અને રોજગારી ની વિપુલ તકો ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર માં રહેલી છે. જે તાલિમ બાદ ઉત્સુક સાહસિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઉદ્યોગ સ્થાપવા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ધિરાણ તેમજ અન્ય જરૂરી કાર્યવાહી માટે કોશિષ ફાઉન્ડેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે. આ તાલિમ સફળ રીતે પૂરી કરનારને સારી આવકવાળી નોકરીની તકો પણ રહેલી છે. આ કાર્યક્રમ માં નોધણી કરાવવા રસ ધરાવનાર ઉમેદવારોએ કાર્યક્રમ ની જાણકારી તથા અરજીપત્ર મેળવવા નીચે જણાવેલ સ્થળનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આભાર.

સંચાલક
                                                       કોશિષ ફાઉન્ડેશન ,આણંદ
સંપર્ક :
પ્રોગ્રામ કોઓર્ડિનેટર – ૯૪૨૬૦૪૩૬૪૧ , ૯૮૨૪૨૫૯૨૦૨
એસ – ૨ , લીમ્બુવાલા શોપિંગ સેન્ટર ,જીપીઓ રોડ ,આણંદ – ૩૮૮૦૦૧